Sunday, June 19, 2011

પ્રજ્ઞા વર્ગ નું ઉદઘાટન

મેઘપર શાળા માં ચાલુ વરસ થી યુનિસેફ દ્વારા પ્રેરિત અને સર્વ શિક્ષા અભિયાન હેઠળ પ્રજ્ઞા વર્ગ ધોરણ ૧ અને ૨ માં શરુ કરવા માં આવ્યા છે. પ્રજ્ઞા એટલે કે પ્રવ્રુતિ દ્વારા જ્ઞાન. આ પ્રજ્ઞા વર્ગોનું ઉદઘાટન શ્રી નવીનભાઇ પાંચાણી અને શ્રી મકવાણા સાહેબ મેડિકલ ઓફિસર ગોરેવાલી એ કર્યું હતું. આ પ્રજ્ઞા વર્ગ માં કારપેટ બિછાવવા માટે ઓસ્ટ્રેલિયા નિવાસી શ્રી ધનજીભાઇ એ રુપિયા ૭૮૦૦ ના ખર્ચે કાર્પેટ બિછાવી આપી હતી. જેમનો શાળા પરિવારે અભાર માન્યો હતો.

મેઘપર શાળા માં શાળાપ્રવેશોત્સવ માં શ્રી મકવાણા સાહેબ મેદિકલ ઓફિસર ગોરેવાલી ઉપસ્થિત રહયા હતા.

શાળા પ્રવેશોત્સવ ૨૦૧૧ મેઘપર શાળા ૧ અને ૨ નું સંયુક્ત રીતે શાળા નંબર ૧ ખાતે યોજાઇ ગયો. વહેલી સવારે પ્રભાત ફેરીથી ગામ ની શેરીઓને સુત્રોચ્ચાર થી ગજવવા માં આવી.વાલીઓ નવપ્રવેશ મેળવનાર બાળકો ને ગામની બાલમંદિર ના પ્રાંગણમાં લાવ્યા હતા. ત્યાંથી બાળકોને શણગારેલા ટ્રેકટર પર બેસાડી તેમની શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં શાળાના બાળકો શિક્ષકો વાલીઓ અને ગામના આગેવાનો જોડાયા હતા. શાળા માં તેમનું કુંમકુંમ ચાંદલા વડે સ્વાગત કરવામાં બરાબર ૯ ૩૦ કલાકે શ્રી મકવાણા સાહેબ અને શ્રી તન્ના સાહેબ પધાર્યા તેમજ શ્રી નવીનભાઇ પાંચાણી ભુતપુર્વ કચ્છ જિલ્લા આરોગ્ય સમિતિ ના ચેરમેન પણ પધાર્યા હતા. સૌ મહેમાનો નું સ્વાગત પુસ્તક વડે કરવામાં આવ્યું.બાળકોનેશૈક્ષણિક કિટ નું વિતરણ કરવા માં આવ્યું.સા.શૈ.પ.વર્ગના બાળકોને શિષ્યવ્રુતિ વિતરણ કરવામાં આવી. પધારેલા મહેમાનોએ આર્શિવચન આપ્યા હતાપ્

Saturday, June 11, 2011

મેઘપર શાળા માં બાળકો માટે છાંયડા માટે શેડ ની વ્યવસ્થા કરતા ગામ ના યુવાન મિત્રો

મેઘપર શાળા ના બાળકો ને યોગ મધ્યાહન ભોજન અને ઘડીયા પઠન સમયે છાંયડો મળી રહે. બાળકો ને શીતળતા બક્ષે તે હેતુ થી યુ.કે. સ્થીત તેમજ ગામ ના યુવાન મિત્રોંના સહકાર થી શાળાના સ્ટેજ પર ફાઇબર નો શેડ બનાવી આપવા માં દિનેશ હિરાણી કમલેશ હાલાઇ રવજીભાઇ હાલાઇ જીતેન્દ્રભાઇ હિરણી અને દિપકભાઇ એ જહેમત ઉઠાવી હતી. શાળા પરિવાર વતી અનિલભાઇ એ આભાર માન્યો હતો

Thursday, June 2, 2011

મેઘપર શાળા ને રુપિયા બે લાખ ના ખર્ચે મરમત અને રંગરોગાન કરાવી આપનાર દાતાશ્રી નું સન્માન

મેઘપર શાળાને રુપિયા બે લાખ ના ખર્ચે મરંમત અને રંગરોગાન કરાવી આપનાર દાતાશ્રી કાનજીભાઇ નારાણ્ભાઇ હાલાઇ નું સન્માન મેઘપર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર ના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ દરમ્યાન સ્વામિનારાયણ મંદિર ભુજ ના પરમ વંદનિય સંતોના વરદ હસ્તે કરવામાં આવ્યું. દાતાશ્રીને પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરી ને શાળાના મુખ્ય શિક્ષક શ્રી અનિલભાઇ દરજી અને અરવિંદભાઇ પટેલે આવકાર્યા હતા.ગામ વિકાસ સમિતિના પ્રમુખશ્રી પ્રેમજી કરસન હાલાઇ એ શાલ ઓઢાળી ને ઋણ સ્વીકાર કર્યો હતો. ભુજ સ્વામિનારાયણ મંદિર ના પરમ પુજનિય સંતો ના વરદ હસ્તે સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

તા.21/09/2021 નો હોમ લર્નિંગ એપિસોડ.

આજનો હોમ લર્નિંગ એપિસોડ જોવા અહીં ક્લિક કરો .